आज का राशिफल जाने 👉 Join Now
आज का राशिफल जाने 👉 Join Now

આ વસ્તુનું જ્યૂસ વર્ષો જૂની ગંદકી કરી દેશે સાફ, ડીટોકસ થઈ જશે આંતરડા એક જ દિવસમાં, જાણો કેવી રીતે ઘરે કરવું તૈયાર.

સફેદ પેઠાનું ડીટોક્સ વોટર ઘરે બનાવીને પીવાથી શરીરની ગંદકી દુર થાય છે. આ જ્યૂસ શક્તિ વર્ધક અને શરીરને અંદરથી સાફ કરનાર હોય છે. સફેદ પેઠાના જ્યૂસમાં શરીર માટે જરૂરી પોષકતત્વો હોય છે. તેનાથી શરીરમાં જામેલી ગંદકી દુર થાય છે.

સફેદ પેઠામાં પોટેશિયમ, વિટામીન સી, ફોસ્ફરસ, તાંબુ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલી ગંદકી દુર થઈ જાય છે. આ જ્યૂસનો એક ગ્લાસ શરીરને સાફ કરે છે. રોજ એક ગ્લાસ આ જ્યૂસ પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

સફેદ પેઠાનું જ્યૂસ આમ તો સ્વાદ વિનાનું હોય છે પરંતુ તે શરીરને લાભ અઢળક કરે છે. આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેમાંથી જે નકામી વસ્તુઓ હોય છે તે આંતરડામાં જમા થાય છે અને મળ તરીકે બહાર નીકળે છે. પરંતુ ઘણીવાર આંતરડા બરાબર સાફ થતા નથી. તેવામાં આંતરડામાં જમા થયેલી ગંદકી આ જ્યૂસ દુર કરી શકે છે.

સફેદ પેઠાનું જ્યૂસ શરીરને ડીટોક્સ કરે છે. આ જ્યૂસ પીવાથી શરીરના આંતરડામાં જામેલી ગંદકી દુર થાય છે. આ જ્યૂસ નિયમિત પીવાની શરુઆત કરશો કે તમે એક જ સપ્તાહમાં અનુભવશો કે તમારી ત્વચા પર ગ્લો આવી ગયો છે. તેનાથી વધેલું વજન પણ ઓછું થવા લાગશે.

પેઠાનું જ્યૂસ બનાવવાની રીત

એક ગ્લાસ જ્યૂસ બનાવવા માટે 250 ગ્રામ પેઠાનો ટુકડો લેવો. તેના બી અને છાલ કાઢી લેવા. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી અને તેને જ્યુસરમાં પીસી જ્યૂસ કરી લો. આ જ્યૂસનું સેવન કરવાથી શરીરને ઊર્જા મળે છે.

પેઠાને દુનિયાનું સૌથી બેસ્ટ શાક ગણવામાં આવે છે. તેનાથી શરીરને અઢળક લાભ થાય છે. જો કે આ રસ કાઢી અને તાજો હોય ત્યારે જ 10થી 5 મિનિટમાં જ પી જવો. તેનાથી તેની અસર વધારે સારી રીતે થાય છે.

જો બાળકોને આ જ્યુસ પીવડાવવું હોય તો તેમાં સમાનમાત્રામાં નાળિયેરનું પાણી ઉમેરી અને પીવડાવો. આ જ્યૂસને કોકો જ્યુસ કહેવાય છે.

આ જ્યૂસ રોજ ખાલી પેટ પીવાનું હોય છે. આ જ્યૂસ પીધા પછી 1 કલાક સુધી કંઈપણ ખાવું નહીં. તેનાથી જ્યૂસ સારી રીતે કાર્ય કરી શકે છે.

જો તમે કંઈ ખાઈ લેશો તો જ્યૂસ તેની અસર કરી શકશે નહીં. પેઠાનો જ્યૂસ કોઈપણ ઋતુમાં પી શકાય છે. આ જ્યૂસ પીવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે.

Leave a Comment