आज का राशिफल जाने 👉 Join Now
आज का राशिफल जाने 👉 Join Now

આ વસ્તુ ખાવાથી હાડકા થઈ જશે લોઢા જેવા મજબૂત, શરીરમાં વધશે કેલ્શિયમ અને પ્રોટીન.

મગફળી કે સિંગદાણા અન્ય ડ્રાયફ્રુટ જેવા કે બદામ, અખરોટ કરતાં ઘણી ઓછી કીંમતે મળે છે પરંતુ તેનું સેવન કરવાથી લાભ અઢળક થાય છે.

મગફળીમાં એ બધા જ ઔષધીય ગુણ હોય છે જે બદામમાંથી મળે છે. તેમાં પણ જેમને હાડકાની નબળાઈ હોય તેને દુર કરવા માટે મગફળી ઉત્તમ સાબિત થાય છે.

મગફળીમાં મેંગેનીઝ, વિટામીન, ફોસ્ફરસ, ફાયબર, કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. તેના આ પોષકતત્વો તેને ઉત્તમ બનાવે છે. આ જ કારણ છે કે તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે.

પોષક તત્વોથી ભરપુર મગફળી ખાવાથી આમ તો ઘણી બીમારીઓ દુર થાય છે. પરંતુ સૌથી વધારે તે શરીરને અને હાડકાને મજબૂત કરવામાં ઉપયોગી છે. મગફળી પ્રોટીન અને ફાયબરનો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

બદામની જેમ મગફળી પણ યાદશક્તિમાટે ઉત્તમ છે. તેમાંથી વિટામીન બી 3 મળે છે જે મગજની ક્રિયાને તેજ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે મગજ સુધી બ્લડ સર્કુલેશનને સારી રીતે કરે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે મગફળી ઉત્તમ છે. તેમાં એવા તત્વો હોય છે જે ડાયાબીટીસનું કારણ બનતા તત્વોનો નાશ કરે છે. તેનાથી ડાયાબીટીસના દર્દીને લાભ થાય છે.

વધતી ઉંમરે હાડકા નબળા પડે છે કારણ કે શરીરમાં કેલ્શિયમ બનતું બંધ થાય છે. તેવામાં મગફળીનું સેવન કરવાથી શરીરને કેલ્શિયમ મળે છે. મગફળી ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. મગફળીમાં કેલ્શિયમ હોય છે જે શરીરની કેલ્શિયમની ઉણપને દુર કરે છે.

તેમાં મેગ્નેશિયમ પણ હોય છે જે શરીરની સ્નાયૂ તંત્રિકાને યોગ્ય રીતે કામ કરતી રાખે છે. મગફળીનું સેવન કરવાથી ત્વચાની ચમક પરત આવે છે. સાથે જ ત્વચા પરના ખીલ, ડાઘ દુર થાય છે.

મગફળીમાં ફાયબર હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કરે છે. તેનાથી શરીર ડીટોક્સ થાય છે. નિયમિત રીતે ભોજનમાં મગફળીનું સેવન કરવાથી લાભ થાય છે. મગફળીનું સેવન કરવાથી અલ્ઝાઈમરની સમસ્યા પણ દુર થાય છે.

તેનું સેવન કરવાથી સ્ટ્રેસ દુર થાય છે. તેમાં રહેલા પોષકતત્વો શરીરને તણાવથી બચાવે છે. મગફળી ખાવાથી વાળ પણ મજબૂત થાય છે અને ખરતાં વાળ અટકે છે. કારણ કે તેમાં વિટામીન ઈ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનાથી વાળ લાંબા થાય છે અને સફેદ થતા અટકે છે.

Leave a Comment