आज का राशिफल जाने 👉 Join Now
आज का राशिफल जाने 👉 Join Now

આ જ્યૂસ છે સ્વાસ્થ્યવર્ધક, રોજ પીવાથી શરીર થશે રોગમુક્ત અને શરીરની ગંદકી થશે સાફ.

એલોવેરા સ્વાસ્થ્ય વર્ધક વનસ્પતિ છે. ખાસ કરીને તેનું જ્યૂસ શરીરને અઢળક લાભ કરે છે. તેનાથી શરીરની વિવિધ સમસ્યા દુર થાય છે. સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

તેનાથી ત્વચાની, પાચનતંત્રની સમસ્યા દુર થાય છે. એલોવેરા જ્યૂસ પીવાથી શરીર ડીટોક્સ થાય છે. તેનું સેવન નિયમિત કરવાથી શરીરમાં હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે.

તેમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન ભરપુર પ્રમાણમાં હોય છે. તે વિટામીન સીનો પણ ઉત્તમ સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીરની આટલી સમસ્યાઓ ચપટી વગાડતા દુર થાય છે.

પેટની સમસ્યા માટે – પેટની કોઈપણ સમસ્યા દુર કરવા માટે એલોવેરા જ્યૂસનું નિયમિત સેવન કરવું જોઈએ. ખાસ કરીને જો સવારે એલોવેરા જ્યૂસ પીવામાં આવે તો પાચનતંત્રના વિકાર દુર થાય છે.

સવારે ખાલી પેટ આ જ્યૂસ પીવાથી શરીરના ઝેરી પદાર્થ સરળતાથી બહાર આવી જાય છે. તેનાથી કબજિયાત, એસિડીટી, ગેસ સહિતના વિકાર દુર થાય છે.

એનિમિયા – એલોવેરામાં રહેલા ખનીજ તત્વો રક્તમાંથી અશુદ્ધિઓ દુર કરવામાં મદદ કરે છે. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે તેનું સેવન કરવાથી રક્તકણોનો ઉત્પાદન વધે છે. તેનાથી પાચન, લીવર અને કિડની સંબંધિત સમસ્યા દુર થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે – એલોવેરા વિટામીન સીથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. એલોવેરામાં કેલ્શિયમ, સોડિયમ જેવા તત્વો ભરપૂર હોય છે. તેનાથી શરીરને રોગ સામે લડવાની ક્ષમતા વધે છે.

વજન ઘટે છે – એલોવેરા જ્યુસનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઓછું થાય છે. તેનાથી લાંબા સમય સુધી ભુલ લાગતી નથી. પરિણામે વારંવાર ખોરાક લેવો પડતો નથી અને વજન ઝડપથી ઘટે છે.

હાર્ટને રાખે છે હેલ્ધી – એલોવેરા જ્યુસ હાર્ટને હેલ્ધી રાખે છે. તેનો ઉપયોગ નિયમિત કરવાથી હૃદય સંબંધિત સમસ્યા દુર થાય છે. તેનાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેનું સેવન કરવું હાર્ટ પેશન્ટ માટે લાભકારી છે.

એલોવેરાનું સેવન કોઈપણ સમયે કરી શકાય છે તેમાં સમયનો કોઈ બાદ નથી. પરંતુ સવારે ખાલી પેટ પીવાથી તેના લાભ બમણા થઈ જાય છે.

રોજ સવારે 20 મિલી એલોવેરાનો રસ લઈ તેને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરી તેનું સેવન કરવું. આ રસને તમે તુલસી, આમળાના જ્યૂસ સાથે મિક્સ કરીને પણ પી શકો છો.

Leave a Comment