आज का राशिफल जाने 👉 Join Now
आज का राशिफल जाने 👉 Join Now

આ છોડના પાનનો રસ પીવાથી શરીરની 15 થી વધુ બીમારીઓનો થાય છે અંત, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

અગથીયો એક ખાસ પ્રકારની ઔષધિ છે. તેના પાનનો ઉપયોગ કરવાથી શરીરને અનેક લાભ થાય છે. ખાસ કરીને શરીરની નાની મોટી 15 જેટલી બીમારી તો ગણતરીના સમયમાં દુર થઈ જાય છે.

રોજના આહારમાં પણ તમે અગથીયાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી કેટલાક લાભ થાય છે ચાલો જણાવીએ.

અગથિયાના પાનની ભાજી સ્વાદમાં તીખી અને કડવી લાગે છે પરંતુ તે કૃમિ, કફ, શરીરની ખંજવાળ દુર કરે છે. તેની શીંગ મીઠી અને ફુલ તુરા અને કડવા લાગે છે. આ છોડ શરદીથી લઈ રતાંધળાપણું પણ દુર કરે છે. તો ચાલો તમને જણાવીએ કે આ ભાજીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

તાવની સમસ્યા હોય કે વાતાવરણમાં ફેરફારના કારણે કોઈ સમસ્યા થઈ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે અગથીયાના પાન લાભકારી છે. તેના પાનનો રસ કરી દર્દીને આપવાથી તાવ ઉતરે છે.

માથાનો દુખાવો કોઈપણ કારણે થતો હોય તે દુર થઈ શકે છે આ પાનથી. માથાના દુખાવાને મટાડવા માટે અદથિયાના પાન અથવા તેના ફુલનો રસના 2, 3 ટીપા જે તરફનું માથું દુખતું હોય તેનાથી વિરુદ્ધ નાકમાં નાખવાથી લાભ થાય છે.

વાતાવરણના ફેરફારના કારણે શરદી અને ઉધરસ થઈ ગઈ હોય તો અગશીયાના મૂળ અને પાનને પાણીમાં ઉમેરી ઉકાળો બનાવો અને મધ ઉમેરી તેનું સેવન કરો.

અગથિયાના પાન કેન્સર સામે પણ શરીરનું રક્ષણ કરે છે. તેનું સેવન કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટે છે. તેનાથી કોલોન કેન્સરની પણ સારવાર થઈ શકે છે.

અગથિયાના પાન સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્થ કોષને સુધારે ચે. તેનાથી બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. તેનું સેવન કરવાથી લિપિડ પ્રોફાઈલ પણ કંટ્રોલમાં રહે છે.

તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ તત્વ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનું સેવન કરવાથી શરીરના હાનિકારક સંયોજનને ઘટાડે છે. તેનાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.

સાંધાના દુખાવાને દુર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે અગથીયાના મૂળ અને ધતુરાના મૂળને સરખા ભાગે લઈ તેની પેસ્ટ બનાવી દુખાવો હોય ત્યાં લગાવી તેના પર પાટો બાંધી દો. થોડા સમયમાં દુખાવાથી રાહત મળી જશે.

અગથીયાના પાન હાડકાંને પણ મજબૂત કરે છે. તેનું સેવન કરવાથી હાડકાની મિનરલ ડેન્સિટી સુધરે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.

Leave a Comment