आज का राशिफल जाने 👉 Join Now
आज का राशिफल जाने 👉 Join Now

આંખ નીચેના કાળા કુંડાળા અને કરચલીઓથી મેળવવી હોય કાયમી મુક્તિ તો કરો આ ઉપાય, 7 જ દિવસમાં દેખાશે ચહેરા પર અસર.

સ્ટ્રેસ આજે દરેક વ્યક્તિને સતાવે છે. સ્ટ્રેસ એક પ્રકારની માનસિક તકલીફ છે જેની અસર ત્વચા પર થાય છે. આ સિવાય ખાણીપીણી અને જીવનશૈલીની અસર પણ ત્વચા પર થાય છે. સતત સ્ટ્રેસના કારણે અને અનિયમિત જીવનશૈલીના કારણે આંખની નીચે કાળા કુંડાળા થઈ જાય છે અને કરચલીઓ પડવા લાગે છે.

આ બંને સમસ્યાથી મુક્તિ મેળવવા લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેનાથી ખાસ ફરક પડતો નથી. તેથી આજે તમને આ સમસ્યાનો એક 100 ટકા અસરકારક અને આડઅસર વિનાનો ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવા માટે તમારે એક મુદ્રા કરવાની છે.

મકર મુદ્રા એક યોગ મુદ્રા છે જેને કરવાથી માનસિક શાંતિ મળે છે. તેને કરવાથી માનસિક શાંતિની સાથે ત્વચા પર કાંતિવાન બને છે અને આંખને તો ગજબના લાભ થાય છે.

મકર મુદ્રા કરવાથી શરીરની ઊર્જા કેન્દ્રિત કરી શકાય છે. તેનાથી નકારાત્મક વિચારોને દુર રાખવામાં મદદ મળે છે. આ મુદ્રાનો અભ્યાસ વર્ષોથી ઋષિ મૂનિઓ કરતાં આવ્યા છે. આ મુદ્રા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે.

નિયમિત રીતે આ મુદ્રા કરવાથી ત્વચાને લાભ થાય છે. ખાસ કરીને આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ, કરચલીઓ વગેરે દુર કરવા માટે આ મુદ્રા સૌથી વધુ અસરકારક છે. તેને કરવાની શરુઆત કરશો એટલે 7 જ દિવસમાં અસર દેખાવા લાગશે. આ મુદ્રાનો અભ્યાસ કરશો એટલે ચહેરા પર ચમક વધવા લાગશે.

નિયમિત રીતે મકર મુદ્રા કરવાથી ડાર્ક સર્કલ દુર થાય છે. તેને કરવાથી કિડની પણ સ્વસ્થ રહે છે. તેને કરવાથી નર્વસ સિસ્ટમ અને મૂત્રાશય સંબંધિત સમસ્યા પણ દુર થાય છે. આ મુદ્રા કરવાથી મન શાંત થાય છે. તેનાથી સ્ટ્રેસ, નિરાશા જેવી માનસિક સમસ્યા દુર થાય છે. વિદ્યાર્થીઓ માટે તો આ મુદ્રા બેસ્ટ છે. તેનાથી તેમની એકાગ્રતા વધે છે.

આ રીતે કરવી મકર મુદ્રા

તેના માટે સૌથી પહેલા જમણી હથેળીને ડાબી હથેળી ઉપર ત્રાંસી મુકો. ત્યારબાદ જમણા અંગૂઠાને ડાબી હથેળીની નાની આંગળી અને અનામિકા આંગળી વચ્ચેથી હથેળીમાં રાખો.

હવે ડાબી હથેળીની પૃથ્વી મુદ્રા બનાવો અને ડાબા હાથના અંગૂઠા અને અનામિકા આંગળીવાળા ભાગ ઉપર ભેગા કરો. હવે ડાબી હથેળીને જમણી તરફ ઉપર મુકો. જમણી હથેળીને નાની આંગળીને કાઢી અને પૃથ્વી મુદ્રા બનાવો.

આ રીતે મકર મુદ્રાનો રોજ અભ્યાસ કરશો તો તમને ત્વચા પર તેના લાભ જોવા મળશે અને સાથે જ માનસિક શાંતિની પણ અનુભૂતિ થશે.

Leave a Comment